ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામોની રાહ જોઈ રહ્યા છે. શાળાઓનું શૈક્ષણિક વર્ષ પણ પૂર્ણ થવાની આરે છે, જેનો અર્થ છે કે ઉનાળુ વેકેશનનો પ્રારંભ નજીક છે.
નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, અને સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજો માટે 34 દિવસના ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Board Result 2024: જાણો ક્યારે જાહેર થશે ગુજરાત બોર્ડ નું રિઝલ્ટ, બ્રેકીંગ ન્યુઝ
Gujarat summer vacation- ઉનાળું વેકેશનનો સમયગાળો
રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશનની જાહેરાત –
- 34 દિવસ રહેશે ઉનાળુ વેકેશન –
- 6 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે –
- 9 જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે –
- 10 જુનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
10 જૂન, 2024 (શનિવાર) ના રોજ પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.
નોંધ
આ માહિતી નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર આધારિત છે. કોઈપણ શંકા કે સ્પષ્ટતા માટે, કૃપા કરીને તમારી શાળાના સત્તાવાળાઓનો સંપર્ક કરો.