ગ્રે માર્કેટ ભાવ
Owais Metal IPOની પ્રાઇસ રેન્જ રૂ. 83 થી રૂ. 87 સુધીની છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂ. 120ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
87 રૂપિયાની ઉપરની કિંમતની રેન્જમાં ઓવેસ મેટલના શેર 207 રૂપિયાની આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે જે રોકાણકારોને IPOમાં શેર ફાળવવામાં આવશે. તેઓ લિસ્ટિંગના દિવસે 137% કરતાં વધુ નફાની અપેક્ષા રાખી શકે છે. IPOમાં શેરની ફાળવણી 29 ફેબ્રુઆરી 2024 ના રોજ સુનિશ્ચિત કરવામાં આવશે.
પીએમ કિસાન યોજના: 16મોં હપ્તો તમારા ખાતાંમાં જમા થયો કે નહિ આ રીતે ચેક કરો
સબ્સ્ક્રિપ્શન વિગતો
ઓવૈસ મેટલનો IPO બીજા દિવસ સુધી કુલ 47.99 વખત સબસ્ક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં વ્યક્તિગત રોકાણકારોનો ક્વોટા 79.55 ગણો સબસ્ક્રાઇબ થયો છે, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)નો ક્વોટા 37.30 ગણો સબસ્ક્રાઇબ થયો છે. ઉપરાંત, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) નો ક્વોટા 0.71 ગણો સબસ્ક્રાઇબ થયો છે.
કોલ ઈન્ડિયા અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સે અમોનિયમ નાઈટ્રેટ પ્લાન્ટ માટે કરાર કર્યો
IPO સાઇઝ અને પ્રમોટર્સ હોલ્ડિંગ
કંપનીના IPOમાં, રોકાણકારો એક લોટ માટે બિડ કરી શકે છે, જેમાં 1600 શેરનો સમાવેશ થાય છે. એટલે કે, રોકાણકારોએ 139,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPO પહેલા, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 100% હતો, જે IPO પછી 73.01% રહેશે.